ગુજરાત- દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો સ્વાદ મોંઘો

admin
2 Min Read

દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો સ્વાદ મોંઘો પડી રહેવાનો છે એ નક્કી છે. આમ તો દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી ગુજરાતીઓઓ દરવર્ષે એક જ દિવસે આરોગી જાય છે પણ આ વખતે જે રીતે ખાદ્ય તેલનો ભાવ ઉછાળા મારી રહ્યો છે તે રીતે આ વખતે ફાફડા અને જલેબીની જ્યાફત મોંઘી પડી રહેવાની છે. દશેરા નિમિત્તે અમદાવાદમાં ફાફડા 500થી 800 અને જલેબી 600થી 960 સુધી ભાવ પહોંચ્યા છે. જ્યારે સુરતમાં પણ આ વર્ષે 50 ટકા ઓડર ઓછા છે. જોકે તેલના વધેલા ભાવને કારણે ફાફડા જલેબીમાં સીધો 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. સુરતમાં કોઈપણ તહેવાર હોય સુરતી લોકો આ તહેવાર ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. ત્યારે આવતી કાલે દશેરને લઈને સુરતના સુરતી કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગતા હોય છે

. જોકે દશેરાના લીધે ફરસાણના વેપારી આગલે દિવસથી તૈયારી કરતા હોય છે. દશેરાના દિવસે ફરસાણની દુકાન બહાર ફાફડા જલેબી લેવા લાઇન લાગતી હોય છે. જેને પગલે લોકો આગલે દિવસથી ઓર્ડર આપતા હોય છે. પણ આ વર્ષે મંદી ને લઈને ઓર્ડર નહીવત છે. કોરોનાના કારણે આ વખતે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન પર અને રાવણ દહનના આયોજન પર તો તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. પણ દશેરાએ અમદાવાદમાં વેચાતા કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું શુ. દશેરાના દિવસે શહેરમાં ખૂણે ખૂણે ફાફડા અને જલેબીની હાટડીઓ ખુલી જાય છે. નાનામાં નાનો વેપારીથી માંડીને જાણીતી ફરસાણની બ્રાન્ડના વેપારીઓએ ફાફડા અને જલેબીમાં સારી એવી કમાણી કરી લે છે

Share This Article