ગુજરાત : પી.આઇ.ની રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી પત્નીને શોધવામાં પોલીસે આકાશ પાતાળ એક કર્યું

admin
2 Min Read

વડોદરા જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા પી.આઇ.ની રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી પત્નીને શોધવામાં પોલીસ અલગ અલગ થિયરી પર તપાસ કરી રહી છે.પરંતુ,અત્યાર સુધી પોલીસને ગુમ મહિલાને શોધવામાં સફળત મળી નથી.પોલીસ અન્ય ત્રણ રાજ્યમાંથી છેલ્લા એક મહિના દરમિયાન મળેલા મહિલાના મૃતદેહની વિગતો એકત્રિત કરી રહી છે.કરજણની પ્રયોશા સોસાયટીમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયેલ પીઆઇ દેસાઇના પત્ની સ્વીટીબેનની શોધખોળ પોલીસ માટે ચેલેન્જ બની ગઇ છે. પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૃ કરી છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એફએસએલ દ્વારા પીઆઇના બંને ભાડાના ઘરોમાં ઊંડી તપાસ કરવામાં આવી હતી.પોલીસને હજીસુધી કોઇ ફળદાયી હકીકત મળી નથી.પોલીસ દ્વારા આજે પણ પી.આઇ.દેસાઇને ગાંધીનગર લઇ જઇને સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ (એસડીએસ) કરવામાં આવ્યો હતો.પરંતુ પોલીસને હજીસુધી કોઇ નક્કર વિગતો મળી નથી.

ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા આ ટેસ્ટનો હજી રિપોર્ટ આપવામાં આવ્યો નથી.આ રિપોર્ટ આવ્યા પછી પી.આઇ.દેસાઇની વર્તણૂંક અંગે વધુ માહિતી મળી શકશે.જો રિપોર્ટમાં પી.આઇ.ની વર્તણૂંક શંકાસ્પદ લાગશે તો તે દિશામાં પોલીસ તપાસ કરશે.પોલીસે અત્યાર સુધી આજુબાજુના જિલ્લા અને રાજ્યમાં છેલ્લા એક મહિના દરમિયાન મળેલા મૃતદેહોની વિગતો મેળવી છે.પરંતુ,કોઇ શંકાસ્પદ મૃતદેહ હજીસુધી મળ્યો નથી.ત્યારે પોલીસે હવે તપાસનો વ્યાપ વધાર્યો છે.ગુજરાતને અડીને આવેૅલા અન્ય રાજ્ય રાજસ્થાન,મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં પણ તપાસ શરૃ કરવામાં આવી છે.આ ત્રણેય રાજ્યમાં છેલ્લા એક મહિના દરમિયાન મળેલા મૃતદેહોની વિગતો પોલીસે મંગાવી તેનો અભ્યાસ શરૃ કર્યો છે.પી.આઇ.દેસાઇ અને તેમના પત્ની સ્વીટીબેનના સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને કોલ ડિટેલ પણ પોલીસ તપાસી રહી છે.સ્વીટીબેન છેલ્લા છ મહિનાથી કોની સાથે સંપર્કમાં હતા ? કોની સાથે વાત કરતા હતા? તેમજ પી.આઇ.દેસાઇએ એક મહિનાથી ગુમ પત્નીની વિગતો કેમ જાહેર ના કરી તે પણ એક રહસ્ય છે.

Share This Article