ગુજરાત : ધારાસભ્યોની કામગીરી પર નજર રાખશે સી આર પાટીલ: સોંપવો પડશે રીપોર્ટ

admin
1 Min Read

ગાંધીનગર વિધાસભામાં ભાજપના ધારસભ્યોની બેઠકમાં પાર્ટીની કામગીરી અંગે મહત્વના નિર્ણય કરાયા છે. તમામ ભાજપના ધારાસભ્યોએ પોતાની કામગીરીનો રિપોર્ટ પાર્ટીમાં રજૂ કરવો પડશે. દિવસ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. ધારાસભ્યોએ કોરોના કામગીરી કે વિકાસની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. અને આ રિપોર્ટ ફોટો અને વિડીયો સાથે કમલમ જમા કરાવવો પડશે. 2022ની ચૂંટણીને લઈ ભાજપની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

તો ભાજપ ધારાસભ્યોની બેઠકને લઇ બીજા વધુ એક સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધારાસભ્યો સાથે બેઠક કરશે. તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. આ નિર્ણય પણ ભાજપના ધારાસભ્યની બેઠકમાં લેવાયો છે. વિધાનસભા વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા કરશે.ગ્રાઉન્ડ સ્તરે પક્ષને મજબૂત બનાવવા સૂચનો અપાશે. તો ભાજપ તમામ ધારાસભ્યને ટેબ્લેટ ફ્રીમાં આપશે સરકારની કામગીરીના પ્રચાર પ્રસાર માટે ટેબ્લેટ અપાશે. સિનિયર નેતાઓને પણ ભાજપ તરફથી મળશે ટેબલેટ. કોરોનાની કામગીરી, વાવાઝોડાની કામગીરી અંગે પણ પ્રચાર કરશે. ધારાસભ્યો સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરશે. ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જાહેરાત કરી છે.

Share This Article