રસોડામાં ફસાયેલા બાળકને હેમખેમ બહાર કાઢયો

admin
1 Min Read

સુરતમાં કઠોદરા રોડ પર, ગઢપુર ટાઉનશિપમાં રહેતા, હસમુખભાઈ કાછડીયા, એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવે છે. તેમની પત્ની બપોરે બેડરૂમમાં સુતા હતા. ત્યારે 3 વર્ષીય પુત્ર રિધમ બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરી રસોડાના પ્લેટ ફોર્મ પર મુકેલો મોબાઈલ લેવા માટે પ્લેટફોર્મ પર ચડી ગયો હતો. પરંતુ મોબાઈલ લીધા બાદ તે નીચે ઉતરી શક્યો ન હતો. રિધમે બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો હોવાથી તેની માતા પણ બેડરૂમમાંથી બહાર નિકળી શક્યા ન હતા અને બન્ને ફ્લેટમાં ફસાઈ ગયા હતા. મોબાઈલ રીધમ પાસે જ હોવાથી તેણે તેના પિતાને ફોન લગાવી દીધો હતો અને પોતે નીચે ઉતરી શકતો ન હોવાનું અને મમ્મી બેડરૂમમાં બંધ હોવાની પિતાને જાણ કરી હતી. જેથી હસમુખભાઈએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરના જવાનોએ દોરડાની મદદથી લટકીને રસોડાની બારીનો કાચ તોડ્યો હતો અને અંદર પ્રવેશી બન્નેને સહીસલામત બહાર કાઢ્યા હતા. દરવાજો તોડવાથી બાળકને નુકશાન થઈ શકે તેમ હોવાથી ટેરેસ પરથી દોરડાથી લટકીને પાંચમા માળની રસોડાની બારી સુધી પહોંચ્યા હતા. અને બારીનો કાચ તોડી અંદર ગયો હતો. અંદર બાળક રસોડાના પ્લેટ ફોર્મ પર હતો. અંદર પહોંચતાની સાથે મેઈન દરવાજો ખોલી નાંખ્યો હતો અને ત્યાર બાદ બેડરૂમનો દરવાજો ખોલ્યો હતો. અને બન્નેને સહીસલામત બહાર કાઢ્યા હતા.

Share This Article