શાકભાજી માર્કેટમાં હેન્ડ વોશ અને પાણીની કરાઇ વ્યવસ્થા

admin
1 Min Read

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના કેસનો આંકડો 23  થયો છે. ત્યારે પાટણ જિલ્લા સહિત પાટણ શહેરમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની છૂટછાટ આપવામાં આવતા પાટણની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ત્યારે પાટણમાં કોરોના વાયરસથી રક્ષણ મેળવવા પાટણ વહીવટીતંત્ર દ્વારા શાકભાજીની લારીઓને ખાડીયા તેમજ પ્રગતિ મેદાન સહિત અન્ય જગ્યાઓએ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આજરોજ પાટણ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને પાટણના જાણીતા સામાજિક આગેવાન બેબાશેઠ દ્વારા ખડીયા મેદાન ખાતે હેન્ડ વોસ અને પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને અહીં આવતા તમામ ગ્રાહકો ફરજીયાત હાથ ધોઈને જ શાકભાજીની ખરીદી કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પોતાનું નિવેદન આપ્યું હતું.

 

Share This Article