હેપ્પી બર્થ-ડે ડૉ.કલામ સાહેબ

admin
2 Min Read

ભારતના ઈતિહાસમાં રાષ્ટ્રપતિ પદે જો કોઈ એ સૌથી વધુ નામના મેળવી હોય તો તે ડૉ.એ.પી.જે અબ્દુલ કલામે મેળવી છે. તેઓ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં પોતાની સાદગી અને પ્રામાણિકતા માટે નામના મેળવી છે. તો ચાલો જાણીએ સ્ટેશન પર છાપા વેચવાથી મિસાઈલ મેન બનવા સુધીની સફર વિશે

ડૉ. એપી જે અબ્દુલ કલામનું પૂરું નામ ડોક્ટર એવુલ પાકીર જૈનુંલાબ્દીન અબ્દુલ કલામ છે. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વર જિલ્લાના ધનુષકોડી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જૈનુંલાબ્દી હતું. તેમની માતાનું નામ આશિયમ્મા હતું. કલામના પિતા માછીમારોને હોડી આપી ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બાળ કલામે બાળપણ માં શિક્ષણ મેળવવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો હતો. બાળ કલામ સ્ટેશન પર છાપા નાખી પોતાની શાળાની ફી ભરતા હતા. કલામજીએ બાળપણથી જ પોતાના પિતા પાસેથી શિસ્ત, ઈમાનદારી અને ઉદાર સ્વભાવમાં રહેવાની પ્રેરણા મેળવી હતી. કલામજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ રામેશ્વરમ્ એલિમેન્ટરી સ્કૂલમાં મેળવ્યું હતુ. તેમની કારકિર્દીની શરૂઆતમાં, અબ્દુલ કલામજીએ ભારતીય આર્મી માટે એક નાનું હેલિકોપ્ટર બનાવ્યું હતું. 1962 માં, અબ્દુલ કલામજીએ સંરક્ષણ સંશોધનનું કામ છોડી અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું. 1962 અને 82 ની વચ્ચે, તેઓ આ સંશોધનથી સંબંધિત અનેક શોધ પર કામ કરી ચુક્યા હતા.1969 એ.પી.જે. કલામ ઇસરોમાં ભારતના પ્રથમ એસએલવી -3 (રોહિણી) દરમિયાન અબ્દુલ કલામજી પ્રોજેક્ટ હેડ બન્યા હતા. 1981 માં ભારત સરકારે તેમને તેમના નોંધપાત્ર યોગદાન બદલ પદ્મ ભૂષણ સાથે સન્માનિત કર્યા હતા. 1997 માં, એપીજે અબ્દુલ કલામજીને વિજ્ઞાન અને ભારતીય સંરક્ષણમાં યોગદાન બદલ ભારતનો સૌથી મોટો એવોર્ડ “ભારત રત્ન” સન્માન કરવામાં આવ્યું હતું. 2002 માં, રાષ્ટ્રપતિ ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટીના સમર્થિત એનડીએના ઘટકો દ્વારા કલામજીને નામાંકિત કરવામાં આવ્યા હતા, જે બાદ તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. મહત્વનું છે કે કલામજીએ દેશને પૃથ્વી, અગ્નિ જેવી મિસાઈલ દેશને મજબૂત કર્યો છે જેના કારણે તેમને મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવતા હતા. આપને જણાવી દઈએ કે, એપીજે અબ્દુલ કલામે સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુ કર્યા હતા. તેમણે પ્રમુખસ્વામી મહારાજના સાનિધ્યમાં થયેલા દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિને ટ્રાન્સેન્ડન્સ પુસ્તક દ્વારા વિશ્વ સમક્ષ મૂકી હતી.

Share This Article