હેપ્પી બર્થ ડે રામનાથ કોવિંદ

admin
2 Min Read

દેશના સર્વોચ્ય પદ ધરાવનાર વ્યક્તિ એટલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર 1945ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુર જિલ્લાના પરૌંખ ગામના કોળી પરિવારમાં થયો હતો. કોવિંદના પિતાનું નામ મૈકૂ લાલ છે તેમના પિતા ગામમાં વૈદ્ય તરીકે સેવા આપતા હતો જેથી ગામના લોકો તેમને મૈકૂ બાબાનાં નામથી ઓળખતા હતા. રામનાથ કોવિંદે કાનપુર વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યમાં સ્નાતકની પદવી મેળવી છે જે બાદ એલ.એલ.બીની પદવી મેળવી છે. જે બાદ કોવિંદે સિવિલ સેવાઓની પરીક્ષાની દિલ્હી ખાતે તૈયારીઓ શરુ કરી હતી. તેમણે આ પરિક્ષા માત્ર ત્રીજા જ પ્રયાસે પાસ કરી હતી. પરંતુ તેમની પસંદગી આઈ.એ.એસ સેવામાં ન થતા તેઓ અન્ય સેવામાં જોડાયા નહીં. અને તેમણે વકીલની કારકિર્દી શરુ કરી. 1977થી 1979 સુધી દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં કેન્દ્ર સરકાના વકિલ તરીકે ફરજ બજાવી જે બાદ 1980થી 1993 સુધી કેન્દ્ર સરકારના સ્થાયી વકિલ તરીકે સર્વોચ્ય ન્યાયાલયમાં સેવાઓ આપી.  તેઓ ૧૯૭૧માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકિલ તરીકે નોંધયા હતા. વકિલ તરીકે તેઓએ નવી દિલ્હીના ‘મહિલાઓ અને ગરીબોને નિઃશુલ્ક કાનૂની સેવા મંડળ‘ દ્વારા સમાજનાં પછાત વર્ગને નિઃશુલ્ક કાનૂની સેવાઓ પુરી પાડી હતી. રામનાથ કોવિંદ ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત મદદનીશ તરીકે પણ રહી ચૂક્યા છે. રામનાથ કોવિંદ 1991માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓએ 1998થી 2002 વચ્ચે દલિત મોર્ચાના પ્રમુખ અને અખીલ ભારતીય કોળી સમાજનાં પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. કોવિંદે પોતાનું વારસાગત મકાન આર.એસ.એસને દાનમાં આપ્યું હતું. રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશની લોકસભા બેઠક અને વિધાન સભા બેઠકો પરથી ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. મહત્વનું છે કે 8 ઓગસ્ટ 2015ના રોજ કોવિંદને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બિહારના રાજ્યપાલ તરીકે  નિયુક્ત કરાયા હતા. જે બાદ તેમનું રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે નામ પસંદ થચા તેમણે રાજીનામું આપ્યું હતું. જે બાદ તેઓએ 25 જુલાઈ 2007નાં રોજ બહુમતી સાથે દેશનું સર્વોચ્ય પદ ગ્રહણ કર્યું છે.

Share This Article