ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો આજે 26મો જન્મદિવસ છે…… જાન્યુઆરી 2016માં T20 ક્રિકેટથી પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરનારો હાર્દિક ઘણાં ઓછા સમયમાં ટીમ ઈન્ડિયાનો હોટ ફેવરિટ પ્લેયર બની ગયો છે. તેની સરખામણી દુનિયાના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ સાથે કરવામાં આવે છે. હાર્દિકનો જન્મ 11 ઓક્ટોબર, 1993ના રોજ સુરતમાં થયો હતો. તે એક ગરીબ પરિવારથી આવે છે. જ્યારે તે ક્રિકેટની દુનિયામાં પ્રવેશવા સ્ટ્રગલ કરી રહ્યો હતો, ત્યારે તેને ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર કિરણ મોરેની મદદ મળી. મોરેએ હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યાને પોતાની એકેડમીમાં 3 વર્ષ સુધી ફ્રી કોચિંગ આપ્યું……ભણવાનું છોડ્યું કારણકે પંડ્યાને પહેલાથી માત્ર ક્રિકેટમાં જ રસ હતો. ક્રિકેટમાં વધારે પડતું ધ્યાન આપવાને કારણે તે નવમા ધોરણમાં ફેલ થયો હતો. ત્યારપછી તેણે ભણવાનું છોડી દીધું અને સંપૂર્ણપણે ક્રિકેટ પર ફોકસ કર્યું. કિરણ મોરેની એકેડમીમાં હાર્દિક લેગ સ્પિનર તરીકે રમતો હતો. એક ક્લબ મેચ દરમિયાન જ્યારે તેમની ટીમમાં એક ફાસ્ટ બોલર ઓછો હતો તો કોચ કિરણ મોરેએ તેને બોલિંગની જવાબદારી સોંપી…….
ત્યાર પછી તેણે મીડિયમ પેસ બોલિંગને પોતાનું હથિયાર બનાવી લીધું.પંડ્યાની કપિલ સાથે સરખામણી, ગાંગુલીએ કરી હાર્દિકે પોતાના લિસ્ટ A કરિયરની શરુઆત કરી હતી ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના કોચ જૉન રાઈટની નજર તેના પર પડી. જૉને તેને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ટ્રાયલ માટે બોલાવ્યો અને 10 લાખ બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો. પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન મેળવવામાં તેને વધારે સમય ન લાગ્યો.પંડ્યાની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તેની પાસે બેટ ખરીદવાના પણ પૈસા નહોતા. વિજય હઝારે ટ્રોફીમાં રમવા માટે તેની પાસે બેટ નહોતા અને તેણે ક્રિકેટર ઈરફાન પઠાણ પાસે મદદ માંગી હતી. ત્યારે પઠાણે તેને પોતાના બેટ રમવા માટે આપ્યા હતા. હાર્કિદ અને તેના ભાઈ કૃણાલને શરુઆતના દિવસોમાં બે ટાઈમની રોટલીના પણ ફાંફા હતા. ઘણી વાર બન્ને ભાઈઓએ એક ટાઈમ જમીને કામ ચલાવવુ પડતુ હતુ……ક્યારેક બંને ટંક માત્ર મેગી ખાઈને પેટ ભરતા..હાર્દિક પંડ્યાએ જ્યારે વનડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું ક્યારે મેચની શરુઆતમાં કપિલ દેવે તેને ટીમ ઈન્ડિયાની બ્લૂ ટોપી પહેરાવી હતી. હાર્દિક માટે તે ઘણાં જ ગર્વની વાત હતી……….
