આયુષ્માનના ફેન્સ માટે ખુશીના સમાચાર

admin
1 Min Read

આયુષ્માન ખુરાના આગામી વર્ષમાં પણ ફિલ્મોની લાઇન લગાવી દેશે. આયુષ્માને સતત છ હિટ ફિલ્મો આપી છે. તેની બે ફિલ્મો સો કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ છે. તેની ફિલ્મોમાં કન્ટેન્ટ હોય છે અને એથી જ દર્શકોને એ વધુ પસંદ પડે છે. ‘ડ્રીમ ગર્લ’ની સફળતા બાદ નવેમ્બરમાં તેની ‘બાલા’ રિલીઝ થવાની છે.

આ ફિલ્મ બાદ ૨૦૨૦માં પણ તે ત્રણ ફિલ્મ લઈને આવશે. શૂજિત સરકારની ‘ગુલાબો સિતાબો’ અને આનંદ એલ. રાયની ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’ આવતાં વર્ષે આવવાની છે. આ સાથે જ વધુ એક ફિલ્મની પણ જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. આ વિશે આયુષ્માન ખુરાના કહે છે, ‘મારા માટે ૨૦૨૦નું વર્ષ હૅક્ટિક પરંતુ એક્સાઇટિંગ લાગી રહ્યું છે. મારી ફરી ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે અને આ તમામ અલગ ફિલ્મો દર્શકો સુધી પહોંચાડવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. આ તમામ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ છે.’આયુષ્માનની ફિલ્મોમાં રિયલ વ્યક્તિની સ્ટોરી જોવા મળે છે. કન્ટેન્ટ કિંગ છે એ તેની ફિલ્મો દ્વારા સાબીત થાય છે.

Share This Article