હાર્દિક પંડ્યાએ ખરીદી મોંઘી કાર

admin
1 Min Read

હાલમાં ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર વ્યસ્ત છે. ત્યારે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેના ભાઇ કૃણાલ પંડ્યાએ શાનદાર લેમ્બોર્ગિની કાર ખરીદી હતી. બંન્ને આ નવી કારમાં ફરવા નીકળ્યા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. હાર્દિક અને કૃણાલ પંડ્યા ઓરેન્જ કલરની પોતાની લેમ્બોર્ગિની લઇને બાન્દ્રામાં એક જિમની બહાર જોવા મળ્યા હતા. પંડ્યા બ્રધર્સે જે લેમ્બોર્ગિની કાર ખરીદી છે તેની કિંમત 3-5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 2 સીટ ધરાવતી આ ગાડી ઘણી હાઇટેક છે અને તેનું ઈન્ટીરિયર પણ જબરદસ્ત છે. કારનું એન્જિન 515થી544 હોર્સપાવરનું છે. પેટ્રોલથી ચાલતી આ ગાડીની ફ્યૂલ ટેન્ક ક્ષમતા 90 લીટર છે, જે પ્રતિ લીટર 5-7 કિલોમીટરની માઇલેજ આપે છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયામાં પૂર્વ કેપ્ટન ધોની કારનો ખૂબ શોખીન છે. તેણે તાજેતરમાં જ ધોનીએ એક નવી કાર ખરીદી હતી. નોંધનીય છે કે વર્લ્ડકપ બાદ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં સમાવેશ નહી કરીને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો જ્યારે કૃણાલ પંડ્યાને વેસ્ટ ઇન્ડિઝની ટી-20 ટીમમાં સમાવેશ કરાયો હતો.

Share This Article