ચૂંટણી પહેલા હરિયાણાના પૂર્વ CM હુડ્ડાનું શક્તિ પ્રદર્શન

admin
1 Min Read

હરિયાણા:કોંગ્રેસથી નારાજ થયેલા હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ નવી પાર્ટીની ઘોષણા ના કરી. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હુડ્ડાને મનાવી લેવામાં આવ્યા છે. જેથી તેઓ નવા પક્ષની જાહેર નહીં કરે. હુડ્ડા આર્ટિકલ ૩૭૦ હટાવતા કોંગ્રેસના વિરોધથી નારાજ .હરિયાણાના રોહતકમાં તેમણે રેલીનું આયોજન કર્યુ હતુ. આ રેલીમાં તેઓ નવી પાર્ટીની જાહેરાત કરવાના હતા. જોકે, તેમણે નવી પાર્ટીની જાહેરાત નથી કરી. ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી પાર્ટીથી નારજ છે.આ રેલીમાં તેમના પુત્ર દિપેન્દ્રસિંહ હૂડા ઉપરાંત પૂર્વ શિક્ષણ પ્રધાન અને ઝજ્જર ધારાસભ્ય ગીતા ભુક્કલ, મહમના ધારાસભ્ય આનંદસિંહ ડાંગી, બેરીના ધારાસભ્ય રઘુબીર કાદિયન પણ હાજર હતા. હુડાના કોંગ્રેસથી અલગ થવાની અટકળો વચ્ચે આ રેલીમાં એક ડઝન ધારાસભ્યો સહિત હરિયાણાના અનેક વરિષ્ઠ મોટા નેતાઓ પહોંચ્યા છે. હૂડાએ મહાપરિવર્તમાં મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસનો રસ્તો ખોવાઈ ગયો છે. મારા માટે દેશો પ્રથમ છે. મેં કલમ 37૦ હટાવવાનું સ્વાગત કર્યું છે.

Share This Article