લુણાવાડાના ધનેશ્વરી માતાજી મંદિરે હવન યોજાયો

admin
1 Min Read

રાજ્યભરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને આઠમા નોરતે માતાજીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.  ત્યારે આઠમનાં દિવસે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં મહિસાગરના લુણાવાડા તાલુકામાં ધનેશ્વરી માતાજીના મંદિરે આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યુ હતું.  વહેલી સવારથી જ મંદિરમાં ભોક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આઠમના દિવસે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે જેને પગલે મંદિર પરીસર બહાર પણ ભક્તોની લાંબી લાઈન માતાજીના દર્શન માટે લાગી હતી. લુણાવાડાના નળા વિસ્તારમાં આવેલ ધનેશ્વરી માતાજીનું મંદીર આશરે 150 વર્ષ જુનું મંદીર છે, જેથી તેનું મહત્વ પણ ખૂબ જ રહેલુ છે. અહીં શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના માટેની અરજ કરવા પહોંચે છે જે મનોકામના માતાજી પૂર્ણ પણ કરે છે. ત્યારે આઠમના દિવસે મંદિરમાં વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

Share This Article