શું તમે બિલાડીને આ રીતે પાણી પીતી જોઈ છે?, જુઓ વિડિયો

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં અવાર નવાર પશુ-પંખી અને પ્રાણીઓના વિવિધ વિડિયો અને ફોટો વાયરલ થતા હોય છે. આ વિડિયો ઘણા એવા હોય છે જે બે ઘડી આપણને એ વિચારવા માટે મજબૂર કરી દેતા હોય છે કે શું માણસની જેમ પશુ-પ્રાણીઓ પણ આ કરી શકે છે? હાલમાં આવો જ એક વિડિયો વાયરલ થયો છે જે આપણને આ વિચારવા માટે મજબૂર કરી દે.

ઈંટરનેટની દૂનિયામાં બિલાડીના ફોટો અને વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. કારણ કે તેના હાવભાવ અને કામ લોકોને ખુબ પસંદ આવતા હોય છે. ત્યારે હાલમાં વાયરલ થયેલ વિડિયોમાં એક બિલાડીએ એવું કામ કર્યું કે જોનારા દંગ રહી જાય. આ વાયરલ વીડિયોમાં એક બિલાડી વોટર કુલરનો નળ ચાલુ કરીને પાણી પીતી નજરે પડી રહી છે. બિલાડી પોતાની તરસ છીપાવવા માટે એક નાના બાળકની જેમ બે પગ પર ઉભી રહી જાય છે અને વોટર કુલરનો નળ ચાલુ કરીને પાણી પીવે છે. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Share This Article