દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે પોતાના ગ્રાહકોને આંચકો આપ્યો છે. જો તમે પણ HDFC બેંકમાંથી કોઈ પ્રકારની લોન લીધી છે તો તેની સીધી અસર તમારા પર પડશે. એટલે કે તમારે પહેલા કરતા વધુ વ્યાજ ચૂકવવું પડશે. HDFC બેંક તરફથી માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. HDFC બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, નવા દરો 7 જૂન 2023થી લાગુ થઈ ગયા છે.
બેંક તરફથી રાતોરાત MCLR 15 bps વધારીને 8.10% કરવામાં આવ્યો છે. HDFC બેંકનો એક મહિનાનો MCLR 10 bps વધીને 8.20% પર પહોંચી ગયો છે. એ જ રીતે, ત્રણ મહિનાનો MCLR 8.50% થઈ ગયો છે, જે અગાઉના 8.40% કરતા 10 બેસિસ પોઈન્ટ્સ વધારે છે.
એ જ રીતે, છ મહિનાના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. તે 8.80% થી વધારીને 8.85% કરવામાં આવ્યો છે. જો કે, એક વર્ષથી વધુ મુદત માટે MCLRમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાલો નવીનતમ MCLR પર એક નજર કરીએ-
એક રાત માટે—8.10%
એક મહિના માટે—8.20%
ત્રણ મહિના માટે—8.50%
છ મહિના માટે—8.85%
એક વર્ષ માટે—9.05%
બે વર્ષ માટે—9.10%
ત્રણ વર્ષ માટે—9.20%
અગાઉ મે મહિનામાં, એચડીએફસી બેંક તરફથી પસંદગીના સમયગાળા પર MCLR દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. બેંક દ્વારા વધારવામાં આવેલ MCLRની હોમ લોન ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. તેની અસર પર્સનલ લોન અને ઓટો લોન લેનારા ગ્રાહકો પર જ જોવા મળશે. તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ICICI બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને PNB દ્વારા MCLR વધારવામાં આવી શકે છે.