અમદાવાદમાં ગરમીનો નહીં કોરોનાનો પ્રકોપ, એક રાતમાં 143 કેસ આવ્યા સામે

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોનાને લઈ હાહાકાર મચ્યો છે. દિવસેને દિવસે કેસોની સંખ્યા સતત વધી રહી છે તેવામાં ગુજરાતમાં આજે કોરોનાના નવા 176 કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે 176 કેસ પૈકી અમદાવાદમાં જ 143 કેસ સામે આવ્યા છે જેને લઈ અમદાવાદીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં એક જ દિવસમાં નોંધાયેલ આ સૌથી વધુ કેસ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1272 પર પહોંચી છે. જેમાં અમદાવાદમાં કુલ કેસની સંખ્યા વધીને 765 થઈ છે.  આ ઉપરાંત 12 કલાકમાં સાત કોરોના દર્દીઓના પણ મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં ચાર, સુરત-અરવલ્લી-વડોદરામાં 1-1 દર્દીનું મોત થયુ છે.

તો નવા જે 176 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદ ઉપરાંત વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદ-ભરુચ-પંચમહાલમાં 1-1 કેસ સામે આવ્યો છે.   ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાના નવા કેસો સામે આવતા જાણે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તે રીતે પોઝિટિવ કેસના આંકડા વધી રહ્યા છે.

Share This Article