દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

admin
1 Min Read

આગામી 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સુરત, ડાંગ ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, જૂનાગઢ, કચ્છમાં પણ ભારે વરસાદ પડશે.

(File Pic)

હવામાન વિભાગે ગુજરાતની દરિયા સીમમાં આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી જેવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

(File Pic)

બીજીબાજુ ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે જ્યારે સિઝનનો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 4.55 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડ શહેર, જુનાગઢ શહેર અને સુરતના કામરેજમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

Share This Article