કોરોનાકાળમાં રાજકીય નેતાઓની રેલીઓ પર હાઈકોર્ટની લાલઆંખ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. તેવી સ્થિતિમાં રાજ્યમાં કોરોનાકાળમાં યોજાનારી પેટાચૂંટણીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં પેટાચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા મોટી રેલી અને કાર્યક્રમો કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં કોરોના વાયરસ ફેલાવાનો ભય જોવા મળી રહ્યો છે.

ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં થઈ રહેલી રાજકીય રેલીઓને લઈને લાલ આંખ કરી છે. હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેર હિતની અરજીના આધારે આવા રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને સખત દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે.

હાઈકોર્ટે રાજકીય નેતાઓની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને નિયમોના ભંગને લઈને ટકોર કરી છે. હાઇકોર્ટે રાજકીય પક્ષોને ટકોર કરતા કહ્યું કે રાજકીય રેલીઓમાં જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી.

આજે પણ રેલીઓમાં નેતાઓ અને લોકો માસ્ક પહેરતા નથી. ત્યારે નિયમો ભંગ કરનાર નેતા અને લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને દંડ વસૂલવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.

Share This Article