આફતગ્રસ્ત હિમાચલ પ્રદેશમાંથી દરરોજ ભૂસ્ખલનની ભયાનક તસવીરો સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદે અનેક જગ્યાએ હાલાકી સર્જી છે. હવે કુલ્લુમાં ભારે ભૂસ્ખલનને કારણે ઘણી ઊંચી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. કુલ્લુના અનીમાં બસ સ્ટેન્ડ પાસે બનેલી ઓછામાં ઓછી 7 ઈમારતો એક સાથે ધરાશાયી થઈ ગઈ છે. અન્ય કેટલીક ઇમારતો જોખમમાં છે. દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે ઈમારતો ધરાશાયી થવાની સાથે જ હોબાળો મચી ગયો છે અને ખીણમાં ધૂળના વાદળો ઘેરાઈ ગયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આમાંથી કેટલીક બિલ્ડિંગો નિર્માણાધીન હતી તો કેટલીકમાં લોકો રહેતા હતા. ભૂસ્ખલનના ભયને જોતા વહીવટીતંત્રે આ મકાનોને ખાલી કરાવ્યા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. વહીવટી અધિકારીઓ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે.
#Watch : हिमाचल प्रदेश में कुदरत का कहर जारी है। कुल्लू के आनी में एक साथ कम से कम 7 ऊंची इमारतें ढह गईं। कुछ और इमारतों पर खतरा बना हुआ है। गनीमत कि बात है कि प्रशासन ने इन इमारतों को पहले ही खाली करा लिया था।#HimachalPradesh #Kullu pic.twitter.com/GNkuVlF4Qe
— Hindustan (@Live_Hindustan) August 24, 2023
ધરાશાયી થયેલી બે ઈમારતોમાં બેંકોની ઓફિસો ચાલી રહી હતી. અન્યમાં ભાડૂતો અને દુકાનો હતી. કેટલીક ઇમારતો બાંધકામ હેઠળ હતી. સદનસીબે, કુલ્લુ જિલ્લા પ્રશાસને, જોખમને સમજીને, આ ઇમારતો અને મકાનો પહેલેથી જ ખાલી કરાવી દીધા હતા. જેના કારણે કોઇપણ પ્રકારનું નુકશાન થયું નથી. હજુ પણ વધુ ત્રણ-ચાર મકાનો ધરાશાયી થવાની આશંકા છે.
#Watch : कुल्लू जिला के आनी में बड़ा हादसा हुआ है। भूस्खलन की वजह से 8 मंजिला इमारतें सिर्फ 25 सेकंड में ढेर हो गईं। इन भवनों स्टेट बैंक ऑफ इंडिया और कांगड़ा बैंक की शाखाएं भी चल रही थीं।#HimachalDisaster #HimachalFloods #HimachalPradeshRains pic.twitter.com/9qiNeHT4mi
— Hindustan (@Live_Hindustan) August 24, 2023
હકીકતમાં, એક મહિના પહેલા ભારે વરસાદને કારણે આ મકાનોમાં તિરાડો દેખાવા લાગી હતી. આ જોતાં વહીવટીતંત્રે મકાન માલિકોને ખાલી કરવા નોટિસો આપી હતી. અનીના એસડીએમ નરેશ વર્માએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેઓને પહેલેથી જ બહાર કાઢવામાં આવ્યા હતા. મહેસૂલ વિભાગની ટીમ સ્થળ પર નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલમાં ચોમાસા દરમિયાન વ્યાપક વરસાદને કારણે સતત જાન-માલનું નુકસાન થઈ રહ્યું છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, રાજ્યભરમાં અત્યાર સુધીમાં 2237 મકાનો અને 300 દુકાનો નાશ પામી છે. જ્યારે 9924 મકાનોને આંશિક નુકસાન થયું છે.