ટીવી અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયામાં ખૂબ જ પોપ્યુલર છે. હિના પોતાના ચાહકો સાથે તેમના કામ સાથે જોડાયેલા ફોટો તો શેર કરતી જ રહે છે પરંતુ પોતાની પર્સનલ લાઈફ વિષે જણાવતા પણ તેઓ ખચકાટ અનુભવતા નથી. હિના ખાતે પોતાના બોયફ્રેન્ડની બહેનો સાથે મળીને પ્રિ-રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અને આ તેમને ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. હિના “કોમોલિકા”નું પાત્ર ભજવીને ખૂબ જ ટીવી પર પ્રચલિત થઇ હતી…….
હીનાએ પોતાના એકાઉન્ટમાં ચારથી પાંચ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેમાં રોકી અને તેની બહેનો નજરે આવી રહી છે. રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈ માટે જ નહિ પરંતુ ભાભી માટે પણ હોય છે. તેમાં નણંદ ભાઈ-ભાભીને રાખડી બાંધે છે. હિના હાલ તો પોતાના બોલીવુડમાં ડેબ્યુ અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. હીનાએ શો છોડવા પાછળ પોતાના અધૂરા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની વાત કરી છે