હોલીવુડ ફિલ્મ કીલ બિલની બનશે હિન્દી રિમેક

admin
1 Min Read

છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કે હોલીવુડ અભિનેત્રી ઉમા થર્મનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘કીલ બિલ’ ની હિન્દી રિમેક બનવા જઈ રહી છે. અભિનેતા અને નિર્માતા નિખિલ દ્વિવેદીએ હિન્દી રિમેક માટે ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે. રિમેક માટેની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અનુરાગ કશ્યપ આ ફિલ્મનું દિગ્દર્શન કરવા જઇ રહ્યા છે. શાહરૂખ ખાન આ ફિલ્મમાં વિલન બિલની ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે, હજી સુધી આ અંગે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી. જો કે શાહરૂખ ખાને તેની અગાઉની ફિલ્મ ઝીરો પછી કોઈ ફિલ્મ સાઇન કરી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બનેલી ફિલ્મ અંગે શાહરૂખ પણ ખૂબ ઉત્સાહિત છે. આગળ જોવાનું રહેશે કે ઉમા થર્મનના રોલમાં પણ કોણ જોવા મળશે.

Share This Article