સામાન્ય રીતે નવરાત્રી ના સમયગાળા માં નવા કપાસની આવક એપીએમસી માં થતી હોય છે પણ આંચકાજનક કહીએ અમરેલીના એપીએમસીમાં કપાસની ગાંસડીઓ આવી હતી ને પ્રથમવાર આવેલા કપાસ માટે વેપારીઓએ પણ દિલખોલીને બોલી લગાવી હતી પણ આચર્યજનક કહી શકાય તેવો ભાવ 1952 નો મણે બોલાતા ખેડૂતમાં હરખની હેલી ઉપડી હતી પ્રથમવાર આવેલ કપાસની આ બોલી વિક્રમજનક કહી શકાય તેવા ભાવથી ખેડૂતે આવો ભાવ જળવાઈ રહે તેવી સરકાર પાસે આશાઓ વ્યક્ત કરી હતી.ગુજરાતના ઇતિહાસમાં આ 1952 નો નવા કપાસનો ભાવ આવવો એ આંચકાજનક કહી શકાય ત્યારે 1952 માં ખરીદ કરેલ એપીએમસીના વેપારીએ પ્રથમ કપાસની આવક હોય અને ઑપનિંગ હરરાજીમાં આ ભાવે ખરીદ્યાનું નોર્મલ રીતે જણાવ્યું હતું.ગુજરાતના એપીએમસીમાં પ્રથમવાર કપાસ અમરેલીના એપીએમસીમાં આવ્યો હતો અને આખાત્રીજનું વાવેતર હતું અને જનરલ આ ભાવો રહેતા નથી પણ આંચકાજનક કહેવાય તેમ 1952 નો ભાવ અમરેલીના એપીએમસીમાં આવતા એપીએમસીના ચેરમેન પી.પી.સોજીત્રાએ 1952 માં અમરેલી એપીએમસીની સ્થપના થઈ અને 68 વર્ષ બાદ આખા દેશમાં કપાસનો આટલો ઊંચો ભાવ પહેલીવાર અમરેલીના એપીએમસીમાં આવ્યા નું ચેરમેન જણાવ્યું હતું
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -