એસજી હાઈવે પર રાજપથ કલબ નજીક બપોરે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં બેફામ સ્પીડે આવેલા કારચાલકે સ્કૂટી પર જતાં બે યુવકોને ટક્કર મારી હતી. આ બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી કરતા બે યુવક સ્ફુટી પર ઇસ્કોનબ્રિજ ઉતરી રાજપથ કલબ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવેલો કારચાલક ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -