હાઉસફુલ 4નું નવું સોન્ગ થયું રિલીઝ

admin
1 Min Read

મનોરંજક પાત્રના પોસ્ટરો અને કોમેડીથી ભરેલા ટ્રેલર પછી, હવે  ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું નવું ગીત ‘એક ચુમ્મા’ રીલીઝ થયું છે. ટ્રેલર લોન્ચ થયા પછી, નિર્માતાઓએ મનોરંજક મ્યુઝીક વિડીઓ  પણ રીલીઝ કર્યો છે. આ ગીતનું શૂટિંગ લંડનમાં 5 જુદા જુદા સ્થળોએ કરવામાં આવ્યું છે.  ગીતમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સનન, કૃતિ ખારબંડા અને પૂજા હેગડે જોવા મળી રહ્યા છે.  સોહેલ સેન, અલ્તમશ ફરીદી અને જ્યોતીકા ટાગડી આ સોન્ગના સિંગર છે અને સમીર અનજાને આ સોન્ગના લીરીક્સ લખ્યા છે. આ સોન્ગમાં બધા સ્ટાર્સ તેમની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવાનો ટ્રાય કરી રહ્યા છે.ફરહાદ સામજી દિગ્દર્શિત આ ફિલ્મમાં રાણા દગ્ગુબતી, ચંકી પાંડે, સૌરભ શુક્લા, જોની લિવર પણ જોવા મળશે. આ ફિલ્મ 26 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન રાજકુમાર રાવની ‘મેડ ઇન ચાઇના’ અને તાપ્સી પન્નુ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘સાંડ કી આંખ’ પણ રિલીઝ થઈ રહી છે. એટલે કે, સ્પષ્ટ છે કે બોક્સ ઓફીસ પર ત્રણેવ ફિલ્મો વચ્ચે મુશ્કીલ કોમ્પિટિશન જોવા મળશે.

Share This Article