સીરમ ઈન્સ્ટિટ્યુટની વેક્સિન કેટલા રુપિયામાં લોકોને મળશે….જાણો કિંમત…

admin
1 Min Read

દેશમાં કોરોના વેક્સીનને લઇને ચાલી રહેલી ચર્ચામાં વેક્સીનની કિંમત અત્યંત મહત્વનો મુદ્દો બની ગયો હતો. જોકે બે જ દિવસમાં બે વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા પછી સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વેક્સીનની કિંમતને લઇને મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો હતો. 

સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કોવિશીલ્ડ વેક્સીનની કિંમત મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, સરકારને ઓક્સફોર્ડની વેક્સીન 200 રુપિયામાં આપવામાં આવશે. જનતાને આ વેક્સીન 1000 રુપિયામાં મળશે.

આ ઉપરાંત સીરમ ઈન્સ્ટિટ્યૂટ CEO અદાર પૂનાવાલાએ વેક્સિનના ડોઝ અંગે જણાવ્યુ હતું કે, કોવિશિલ્ડના 5 કરોડ ડોઝ વિતરણ માટે તૈયાર છે. અમે આ માટે સરકાર સાથે કોન્ટ્રાક્ટ થવાની રાહ જોઈ રહ્યા છીએ. કોન્ટ્રાક્ટના 8થી 10 દિવસમાં વેક્સિન સરકારને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. દુનિયાના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક સીરમ ઇન્સ્ટીટ્યૂટનું કહેવુ હતું કે તેઓ દરેક મહિને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીનના 5થી 6 કરોડ ડોઝનું ઉત્પાદન કરી રહ્યા છે. કંપની દાવો કરી રહી છે કે ફાયઝર-બાયોનટેકની સરખામણીએ તેમની વેક્સીન સસ્તી અને ટ્રાન્સપોર્ટેશનમાં સરળ છે.

Share This Article