મનુષ્યોની સાથે-સાથે પ્રાણીઓ પણ કરે છે રક્તદાન

admin
1 Min Read

કહેવાય છે કે, ‘રક્તદાન મહાદાન છે’. મનુષ્યની સાથે સાથે પશુઓ માટે પણ આ સાચું છે. દુનિયામાં અનેક એવા દેશો પણ છે જ્યાં ‘પેટ્સ બ્લડ બેંક’ બનાવવામાં આવ્યા છે. આ બ્લડ બેંકમાં મોટાભાગે શ્વાન અને બિલાડીઓનું લોહી મળે છે, કારણ કે આ એવા જાનવર છે, જેને લોકો સૌથી વધુ પાળે છે. જ્યારે પણ કોઈ શ્વાન કે બિલાડી બીમાર કે ઘાયલ થઈ જાય છે અને તેમને લોહીની જરૂર પડે છે, ત્યારે આ જ બ્લડ બેંક તેમને કામ આવે છે. એક અનોખી વાત તો એ છે કે શ્વાન અને બિલાડીઓમાં પણ માણસની જેમ અલગ-અલગ પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. શ્વાનમાં 12 પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે, જ્યારે બિલાડીઓમાં 3 પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે.

ઉત્તરીય અમેરિકામાં આવેલા પશુ ચિકિત્સા બ્લડ બેંકના પ્રભારી ડૉક્ટર કેસી મિલ્સના પ્રમાણે, કેલિફોર્નિયાના ડિક્સન અને ગાર્ડન ગ્રોવ શહેરોની સાથે મિશિગનના સ્ટૉકબ્રિજ, વર્જીનિયા, બ્રિસ્ટો અને મેરીલેન્ડના અન્નાપોલિસ શહેર સહિત ઉત્તરી અમેરિકાના અનેક શહેરોમાં પશુ બ્લડ બેંક છે. અહીં લોકો સમય-સમય પર પોતાના પાલતૂ જાનવરને લઈ જઈને રક્તદાન કરાવે છે. એક રિપોર્ટ પ્રમાણે, બ્રિટેન અને અમેરિકામાં લોકો પશુઓના રક્તદાન પ્રત્યે જાગૃત છે, જ્યારે બાકીની જગ્યાઓ પર હજી જાગૃતિની જરૂર છે.

Share This Article