ફિલાડેલ્ફિયામાં મૃત પક્ષીઓનો વરસાદ વરસ્યો: અશુભ બનવાનો ભય

admin
1 Min Read

અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં બનેલી એક ઘટનાથી કંઇક અશુભ બનવાનો ભય સ્થાનિક લોકોમાં ફરી વળ્યો હતો. જેમાં સેંકડો પ્રવાસી (માઇગ્રેટરી) પંખીઓ મૃત અવસ્થામાં આકાશમાંથી વરસાદની જેમ ધરતી પર પડ્યા હતા. આ જોઇને ત્યાના સ્થાનિક લોકો ડરી ગયા હતા. બીજી ઓક્ટોબરથી આ ઘટના શરૂ થઇ હતી. ત્યારે અત્યાર સુધીમાં પંદરસોથી વધુ પ્રવાસી પંખીઓ આ રીતે મરણ પામ્યા હોવાનો અંદાજ હતો.

આ પંખીઓ કાતિલ શિયાળો શરૂ થવા પહેલાં દક્ષિણ દિશા તરફ જઇ રહ્યા હતા. જણાવી દઈએ કે અગાઉ આવી ઘટના બોતેર વર્ષ પહેલાં 1947માં બની હતી. ત્યારબાદ આ વરસે પહેલીવાર ફરી આવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ફિલાડેલ્ફિયામાં વાઇલ્ડ લાઇફ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સ્ટીફન મેસીઝેવસ્કીએ કહ્યું કે બીજી ઓક્ટોબરે સવારે પાંચથી આઠ વાગ્યા સુધીમાં તો 400 પક્ષી ગગનમાંથી મરેલી અવસ્થામાં ધરતી પર પડ્યા હતા. તેમણે ઉમેર્યું કે મારી નજર સામે એક સફાઇ કામદારે એેક પછી એક 75 પંખી મારી સમક્ષ રજૂ કર્યાં હતાં. એમાં થોડાંક જીવંત પણ હતાં. એ સફાઇ કામદારને થયું કે હું મરેલાં પંખી ઉપાડવા આવ્યો છું એટલે મને આપ્યાં. મેં આવા દરેક પક્ષીના ઉડ્ડયન માર્ગ, સમય અને ચોક્કસ સ્થળના પ્રભાવની નોંધ કરી રાખી હતી.

Share This Article