બંગાળ અને ઓડિશાની નજીક પહોંચ્યું અમ્ફાન વાવાઝોડું

admin
1 Min Read

તોફાની વાવાઝોડુ અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારતીય દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યુ છે. બંગાળની ખાડીમાં ઉઠેલું આ અમ્ફાન તોફાન ઝડપથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે.

અમ્ફાનનો પહેલો પ્રહાર પારાદીપ પર થશે જ્યાં અત્યારથી જ આંધી તોફાન જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું ‘અમ્ફાન’ અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે.

આ વાવાઝોડાથી પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાવાની શક્યતા છે. આ પહેલાં ઓડિશાના સમુદ્રી તટના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાવાનું શરૂ થયું છે.

દિલ્હી હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું છે કે ‘અમ્ફાન’ 12 કલાકમાં એક સુપર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. એ હાલ ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરશે.

ઓરિસ્સાના પારાદીપમાં સવારે 4.30 કલાકે હવાની ગતિ 82 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી હતી. આ દરમ્યાન કેટલાક ભાગોમાં વરસાદ પણ શરુ થયો છે. હાલ બંગાળની ખાડીમાં ઊઠેલું ચક્રવાતી વાવાઝોડું ‘અમ્ફાન’ આ સમયે ઓરિસ્સાના પારાદીપથી આશરે 155 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત છે.

Share This Article