જો તમે પણ ઓનલાઈન લૂડો અને સાપ સીડી રમો છો તો થઈ જજો સાવધાન !

admin
2 Min Read

રફ્તારની જેમ દોડતી જીંદગીની ગતિ ધીમી શું પડી કે પારંપારિક રમતોનો જાણે જમાનો આવી ગયો..લોકડાઉનમાં લોકોને સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ બન્યું છે. તેવામાં લોકો લૂડો અને સાપસીડી ગેમનો સહારો લઈ રહ્યા છે.

આજકાલ લૉકડાઉનમાં સમય પસાર કરવા માટે લોકો ઓનલાઇન લૂડો અથવા પાંસ સીડી રમતા હોય છે. પરંતુ ધ્યાન રાખો, લૂડો રમવાનો ચસ્કો તમને કંગાળ બનાવી શકે છે અથવા જેલમાં ધકેલી શકે છે. હકીકતમાં આ જાણીતી ગેમ સટ્ટાબાજીની નવી રમત બની ગઈ છે. અચાનક તમને ટેલીગ્રામ કે વોટ્સએપ પર લૂડો કે સાંપ સીડીના ગ્રુપમાં એડ કરી દેવામાં આવે છે.

તમે વિચારો છો કે આ રમતનું ગ્રુપ છે, રમવાની મજા આવશે. પરંતુ લોકોએ ચેતી જવાની જરુર છે કેમ કે આ સજાનું કારણ પણ હોઈ શકે છે. હકીકતમાં દેશના ઘણા ભાગમાં ઓનલાઇન લૂડો અને સાપ સીડી ગેંગ સક્રિય થઈ ગઈ છે. તેવામાં સટ્ટાબાજીની આ રીત છે કે પહેલા ગ્રુપ એડમિન લોકોને ગ્રુપમાં જોડે છે પછી એક લિંક મોકલે છે.

ત્યારબાદ ગ્રુપ એડમિન એક કોડ આપે છે, જેથી ગ્રુપમાં ચાર લોકો અલગ-અલગ જગ્યાઓ પર રહીને લૂડો રમે છે. બાકી લોકો શરત લગાવે છે કોણ જીતશે. જીતનાર પાસેથી એડમિન કમીશન લે છે અને શરતમાં લાગેલા પૈસા અલગ-અલગ લોકોને હાર-જીતના હિસાબે આપે છે.

આ રીતે સાપ સીડીની પણ લિંક આપવામાં આવે છે અને જીતનાર પર શરત લગાવવામાં આવે છે. આ ગેમ પર હજારોનો સટ્ટો લાગે છે. મહત્વનું છે કે મધ્યપ્રદેશના છિંદવાડામાં પોલીસે આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે અને આ ઓનલાઈન ગેમનું સંચાલન કરનાર સહિત ચાર લોકોની અટકાયત કરી હતી.

Share This Article