ગુજ. યુનિ.નો વિચિત્ર નિયમ : 1 મિનિટમાં જવાબ ના આપે તો પ્રશ્ન સ્ક્રીન પરથી ગાયબ !

admin
1 Min Read

ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં ત્રીજા અને પાંચમાં સેમિસ્ટરની પરીક્ષાઓ 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાને લઈ કેટલાક નિયમો બનાવ્યા છે. પરંતુ વિચિત્ર લાગતા આ નિયમને લઈ વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ આ નિયમનો વિરોધ નોંધાવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાના નિયમોને લઈ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓએ આ નિયમોને વિચિત્ર નિયમો ગણાવી નિયમો પાછા ખેંચવા ઉગ્ર માંગ કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 50 મિનિટમાં 50 પ્રશ્નોના જવાબ આપવાનો વિકલ્પ આપ્યો છે.

જેમાં પ્રત્યેક પ્રશ્ન દીઠ માત્ર એક જ મિનિટ ફાળવવામાં આવશે તેવુ ફરજીયાત કરતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. જો વિદ્યાર્થી એક મિનિટમાં જે તે પ્રશ્નોનો જવાબ ન આપે તો તે પ્રશ્ન સ્ક્રીન પરથી જાતે જ ગાયબ થઈ જશે. આ સિવાય 50 પશ્ન માટે 50 મિનિટ પૂરતી ન હોવાનો સ્પષ્ટ મત વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયો છે અને 90 મિનિટનો સમય ફાળવવા માંગ કરી છે.

Share This Article