સારાના કારણે અમૃતા સિંહને કરાઈ ઈગ્નોર

admin
1 Min Read

એક્ટ્રેસ સારા અલી ખાન બોલિવુડની મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. એક્ટ્રેસ એકદમ ચુલબુલી હોવાથી તે બધાને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહી છે. તે પેપરાઝીમાં પણ એકદમ ફેવરિટ છે. સારા અલી ખાનની પોપ્યુલારિટી તેની મા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાન કરતાં પણ વધારે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે સારા અલી ખાનના કારણે પેપરાઝીસે અમૃતા સિંહને ઈગ્નોર કરી હતી.

અમૃતા સિંહ અને સારા એક બિલ્ડિંગમાં સાથે સ્પોટ થયા હતા. અમૃતા બિલ્ડિંગની બહાર હતી જ્યારે સારા અંદર. તો ફોટોગ્રાફર્સ અમૃતા સિંહને બિલકુલ ઈગ્નોર કરીને સારાની તસવીરો ક્લિક કરવા માટે ભાગતા જોવા મળ્યા.સારા અલી ખાન મા અમૃતા સિંહ સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરી છે. મા-દીકરી વચ્ચેની કેમેસ્ટ્રી પણ જોરદાર છે.સારા અલી ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો, એક્ટ્રેસ હવે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કાલ 2માં જોવા મળશે. જેમાં તેની ઓપોઝિટમાં કાર્તિક આર્યન છે. આ સિવાય તે ડેવિડ ધવનની ફિલ્મ કૂલી નંબર 1માં કામ કરશે, જેમાં તે વરુણ ધવનની ઓપોઝિટમાં જોવા મળશે.

Share This Article