અરબી સમુદ્રમાં બનેલુ મહા વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ધીમે ધીમે ટળતુ નજરે પડી રહ્યું છે. જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે મહા વાવાઝોડું સૌરાષ્ટ્રનાં દરિયાકિનારે ત્રાટકશે નહીં. જોકે રાજ્યના વાતાવરણમાં આની અસર જોવા મળી રહી છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવતા કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલી જિલ્લામાં મહા વાવાઝોડાની અસરના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દામનગર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. દામનગર શહેર તેમજ આસપાસના ગ્રામીણ પંથકમાં કમોસમી વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યુ હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દામનગરના ભરબજારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો બીજીબાજુ પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલ ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, મહા વાવાઝોડાનો ખતરો ટળ્યો હોવાના અહેવાલ સામે આવ્યા બાદ ખેડૂતોને હાશકારો થયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
