સુરતમાં જેમ હૈદરાબાદ ખાતે નવા ટ્રાફિક નિયમોના ભાગરૂપે વાહન ચાલકો પાસે દંડ લઈ હેલ્મેટ આપતા હોય તો ગુજરાત પોલીસ પણ દંડ વસુલ કરી લોકોને હેલ્મેટ આપે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ કેટલાક નવા ટ્રાફિક નિયમો અમલમાં મુકાયા છે. જેમાં ખાસ કરીને દંડની રકમમાં અનેક ગણો વધારો કરાયો છે. જેને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે આક્રોશ શરૂ થયો છે. શહેરમાં વાહન ચાલકોએ કહ્યું કે, સરકારના ટ્રાફિકના નવા નિયમો ભલે લોકો ઉપર મુકાયા છે. પરંતુ જેમ ટ્રાફિકના નિયમ તોડતા વાહનચાલકો પાસે હૈદરાબાદમાં પોલીસ દંડની રકમ સામે હેલ્મેટ આપી રહી છે. તેવુ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે તો ખુદ વાહનચાલકો ટ્રાફિકના નિયમો પાડતા થઈ જશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -