ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

admin
1 Min Read

લોકડાઉનની વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ વિભાગના મહત્વના નિર્ણય મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યની ચાર સરકારી અને 35 ગ્રાન્ટેડ બીએડ કોલેજોને તાત્કાલિક અસરથી યુનિવર્સિટીમાં ભેળવી દેવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી આ નિર્ણયને લઈ બેઠકો ચાલી રહી હતી ત્યારે આખરે શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યની B.Ed કોલેજોને લઇ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. 39 સરકારી-ગ્રાન્ટેડ બીએડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટીમાં ભેળવવામાં આવી છે.

આમ હવે 39 સરકારી ગ્રાન્ટેડ બીએડ કોલેજો શૈક્ષણિક વર્ષ 2020-21થી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન સંલગ્ન થશે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જે કોલેજોને યુનિવર્સિટીમાં ભેળવી દેવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ યુનિવર્સિટીની 7-7 કોલેજોનો સમાવેશ થાય છે.

જ્યારે ગુજરાત યુનિવર્સિટી, SP યુનિવર્સિટીની 6-6 કોલેજોને સંલગ્ન કરાશે. જ્યારે ભાવનગર, કચ્છ, જૂનાગઢ યુનિવર્સિટીની 1-1 કોલેજો સંલગ્ન કરાશે. આપને જણાવી દઈએ કે, ઘણા સમયથી ટીચર્સ યુનિવર્સિટીના વિસ્તરણની કામગીરી ચાલી રહી હતી, જે અંતર્ગત આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

Share This Article