કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે BSFના જવાનો માટે મહત્વનો નિર્ણય

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તથા કોરોના વોરિયર્સને શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચાડવા માટે રુપાણી સરકાર સતત કાર્યરત છે. ત્યારે રાજ્યમાં બંદોબસ્તમાં તૈનાત બીએસએફના જવાનોને કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે રુપાણી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, BSFના જવાનોને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કોરોનાની સ્થિતિ વચ્ચે જવાનોના આરોગ્યને લઇ હવે મેડિકલ ઓફિસરની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે.

(File Pic)

આયુર્વેદિક સારવાર માટે મેડિકલ ઓફિસરની નિમણૂક કરાશે. BSF કેમ્પમાં આયુર્વેદિક OPD માટે મંજૂરી આપી દેવાઇ છે. આ ઉપરાંત IIM, IT, CRAS સંસ્થા ખાતે પણ આયુર્વેદિક સેવા માટે મંજૂરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 60 હજારને પાર કરી ગઈ છે. તેવી સ્થિતિમાં સરકાર પણ હરકતમાં આવી છે. ખાસ કરીને રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પણ સરકાર દ્વારા સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

Share This Article