સંપૂર્ણ સ્કૂલ ફી માફી મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

admin
1 Min Read

કોરોના કાળમાં પણ શિક્ષણ ન આપવા છતાં પણ શાળા સંચાલકો બાળકો પાસેથી ફી વસૂલતા હોવાની ફરિયાદ સામે સરકારે શાળા સંચાલકો ફી નહીં વસુલી શકે તેવો ઠરાવ પસાર કર્યો હતો. જે અંગે શાળા સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી.

(File Pic)

હાઈકોર્ટમાં સરકારના ઠરાવ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. જેમાં સરકાર, શાળા સંચાલકો અને વાલી પ્રતિનિધિમંડળનો પક્ષ સાંભળીને હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરાકરે રજૂ કરેલો ફી માફીનો પરિપત્ર કોર્ટ રદ્દ કર્યો છે. જો કે હજુ નવો પરિપત્ર ન આવે ત્યાં સુધી આ મુદ્દે કંઇજ સ્પષ્ટતા નથી થઇ.

(File Pic)

જો કે હાલ કોર્ટે સરકારની સંપૂર્ણ ફી માફીની રજૂઆતને નકારી છે. જો કે આ સાથે સરકારે ઓનલાઇન શિક્ષણ ચાલું રાખવા માટેના શાળાઓને આદેશ કરાયા છે. શાળા સંચાલકોની મુદ્દા જાણ્યા બાદ ફરી નવો પરિપત્ર જાહેર કરાશે. આ પહેલા કોરોનાકાળમાં પણ શિક્ષણ ન આપવા છતા પણ શાળા સંચાલકો બાળકો પાસેથી ફી વસૂલતા હોવાની ફરિયાદ સામે સરકારે શાળા સંચાલકો ફી નહિ વસૂલી શકે તેવો ઠરાવ પસાર કર્યો હતો જોકે, સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. ત્યારે હવે હાઈકોર્ટે શાળા સંચાલકોના પક્ષમાં ચુકાદો આપતા સરકાર તેમજ વાલીઓને ઝટકો આપ્યો છે.

Share This Article