Connect with us

ગાંધીનગર

રાજ્યના હવામાનને લઈ મહત્વના સમાચાર

Published

on

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ રહેશે. જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીની સાથે સાથે રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે.આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે.સમગ્ર ગુજરાતમાં હજુ થોડા દિવસ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ જોવા મળશે. આ સિવાય જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગાંધીનગર

ગાંધીનગરના અંબાપુર ગામમાં કાફેનાં માલિકને આંતરી ત્રણ ઈસમોએ ધોકા વડે ધોલાઈ કરી

Published

on

The owner of a cafe in Ambapur village of Gandhinagar was laundered by three ISMOs

થોડા દિવસ અગાઉ ઉધાર ચીજ વસ્તુ નહીં આપવાની અદાવત રાખી ગાંધીનગરના અંબાપુર ગામમાં કાફેનાં માલિકને આંતરીને ત્રણ ઈસમોએ ધોકા વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.અડાલજનાં મુખી વાસમાં રહેતો રોનક રમેશભાઈ પટેલ કોબા રોડ ઉપર રોની કાફે નામની હોટલ ચલાવે છે. થોડા દિવસ અગાઉ અંબાપુર ગામના ત્રણ ઈસમો કાફે ઉપર ગયા હતા. અને કેટલીક ચીજ વસ્તુ ઉધારીમાં માંગી હતી. જેથી રોનકે ઘસીને ઉધારમાં વસ્તુઓ આપવાની ના પાડી દીધી હતી.

The owner of a cafe in Ambapur village of Gandhinagar was laundered by three ISMOs

આથી રોનકે ગાળો બોલવાની નાં પાડતા ત્રણેય જણાં એકદમ ઉશ્કેરાઈ જઈ ધોકા લઇને રોનકને ધોઈ નાખ્યો નાખી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેનાં કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેથી ત્રણેય ત્યાંથી રવાના થઇ ગયા હતા. બાદમાં રોનકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આવ્યો હતો. આ અંગે રોનકની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગાંધીનગર

આંતરાષ્ટ્રીય વિશ્વ યોગ દિનની ઉજવણીને લઇ રાજ્યના અલગ અલગ 75 આઈકોનિક જગ્યાઓ પર યોગ કરીને ડોક્યુમેન્ટ્રી તૈયાર કરાઇ

Published

on

Documentary prepared by doing yoga at 75 different iconic places of the state in celebration of International World Yoga Day

રાજ્ય સરકાર દ્વારા 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના 24 સેન્ટરો ખાતે એક સપ્તાહ સુધી યોગ શિબિરો યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સરકારે અલગ અલગ 75 આઈકોનિક જગ્યાઓ પર યોગ કરીને ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી છે. જે વિશ્વની તમામ ભાષામાં તૈયાર કરીને વિશ્વમાં પ્રચાર પ્રસાર કરવામાં આવશે.સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ 21મી જૂનના રોજ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

Documentary prepared by doing yoga at 75 different iconic places of the state in celebration of International World Yoga Day

આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” – ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના 24 સેન્ટર ખાતે યોગ સપ્તાહનો આરંભ કરવામાં આવ્યો છે.આંતર્રાષ્ટ્રીય યોગ સપ્તાહની ઉજવણી અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 21મી જૂનના રોજ આઠમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાનવતા માટે યોગ’ થીમ પર યોજાશે.

 

Continue Reading

ગાંધીનગર

મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ પાસે પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી અને તેમના પુત્ર પર હુમલો

Published

on

Attack on former Vice Chairman Moghji Chaudhary and his son near Mehsana Dudhsagar Dairy Gate

મહેસાણાની દુધ સાગર ડેરીની આજે મળનારી વાર્ષિક સાધારણ સભાપહેલાં મોઘજી ચૌધરી પર હુમલો થયો હતો. જેમાં મોઘજી ચૌધરીના ભાણેજે હવામાં ફાયરિંગ કર્યું હતું. સભા પૂર્વે ડેરીના ગેટ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી, તેમના પુત્ર અને ભાણેજ પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં સ્વ બચાવમાં ભાણેજે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતુ. ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત મોઘજી ચૌધરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાંથી મોઘજી ચૌધરીએ જણાવ્યું હતું કે, આ એક આગોતર કાવતરું હતું. ડેરીના ચેરમેનના આદેશથી આ કાવરતું રચાયું છે.

Attack on former Vice Chairman Moghji Chaudhary and his son near Mehsana Dudhsagar Dairy Gate

મહેસાણા દૂધ સાગર ડેરીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે દૂધસાગર ડેરીમાં યોજાયેલી સાધારણ સભામાં પાઈડર પ્લાન્ટના મુદ્દાને રદ્દ કરવા માટે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી સભામાં ડેરીના સત્તાધીશો સામે સવાલ જવાબ કરવા જવાના હતા, એ દરમિયાન આજે સવારે ડેરીના ગેટ પાસે મોઘજી ચૌધરીને ડેરીના સુપરવાઈઝર અને સિક્યુરિટી દ્વારા લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો અને ગાડી પણ તોડી પાડવામાં આવી હતી. આ હુમલામાં ગાડીમાં સવાર મોઘજી ચૌધરીના પુત્ર અને ભાણા પર પણ ટોળાએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જેથી સ્વ બચાવમાં મોઘજી ચૌધરીના ભાણાએ બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. ​​​​​ફાયરિંગ કરતા ટોળું વિખેરાઈ જતા તેઓને રિક્ષા મારફતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

Continue Reading
Uncategorized12 hours ago

રોડ અકસ્માતમાં માંડ – માંડ બચ્યા અખિલેશ યાદવ હરદોઈમાં કાફલાના 6 વાહનો અથડાયા

Uncategorized12 hours ago

પાટણ જિલ્લામાં જૂની અદાવત રાખી યુવકે કર્યું ફાયરિંગ, એક ગંભીર રૂપે ઘાયલ

Uncategorized12 hours ago

ભારતમાં G20 સમિટ દરમિયાન શું ખાસ હશે, વિદેશ મંત્રી જયશંકરે યોજના વિશે જણાવ્યું

Uncategorized12 hours ago

જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ દરોડા

Uncategorized12 hours ago

હવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસમાં કાતિલ ઠંડીની અસર થઇ શકે છે ઓછી

Uncategorized12 hours ago

આશિકી 3માં કાર્તિક સાથે રોમાન્સ કરવા તૈયાર સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી પણ મળશે જોવા?

Uncategorized13 hours ago

આવી એવી કાર કે જેને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ કે વીજળીની નથી જરૂર, જાણો શું છે ખાસિયત

Uncategorized13 hours ago

આર અશ્વિન પ્રથમ ટેસ્ટમાં રચી શકે છે ઈતિહાસ, તોડશે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો મોટો રેકોર્ડ

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે જબરદસ્ત

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે સૌથી આગળ

Uncategorized4 weeks ago

સમય થી પહેલા રિલીઝ થઇ ‘ તાજા ખબર ‘, ભુવન બામે કયું – અસુવિધા કે લિયે ખેદ હે, પર શું કરું?

Uncategorized4 weeks ago

અક્ષરે આ મામલે જાડેજા-કાર્તિક અને ધોનીને પાછળ છોડી સાતમા નંબરે બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ

Uncategorized4 weeks ago

શું તમે ખાધા છે અડદની દાળના ગોલગપ્પા? 1984થી એક સરખો છે સ્વાદ, જાણો જગ્યા અને ખાસિયત

Uncategorized4 weeks ago

શું તમને પણ વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થાય છે? જો હા… તો ચોક્કસથી આ ટિપ્સ અજમાવો

Uncategorized4 weeks ago

સુરતમાં 3 હીરાની ઑફિસમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો કેશોદથી

Uncategorized4 weeks ago

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીએમ હેમંત બિસ્વા સરમાની ડાયરીનું કર્યું વિમોચન

Trending