CBSE બોર્ડ પરીક્ષાને લઈ મહત્વના સમાચાર

admin
1 Min Read

બોર્ડની પરીક્ષાને લઈને તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ઓછામાં ઓછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બોર્ડની પરીક્ષા લેવાશે નહીં. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે તેની જાહેરાત કરી છે. નિશંકે કહ્યુ કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોઈ બોર્ડની પરીક્ષા લેવાશે નહીં. બોર્ડની પરીક્ષાને લઈને બાદમાં નિર્ણય લેવામાં આવશે.

કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કે મંગળવારે LIVE વેબિનાર દ્વારા શિક્ષકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે શિક્ષકો દ્વારા પૂછવામાં આવેલી 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ વિશેના ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં તેમણે બોર્ડની પરીક્ષા અંગેની જાહેરાત કરી હતી.

નિશંક પહેલા પણ કહી ચુક્યા છે કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. તેમણે 10 ડિસેમ્બરે કહ્યું હતું કે, પરીક્ષાનું આયોજન માર્ચમાં જ કરાવવું ફરજીયાત નથી. તેમણે આ દરમિયાન જણાવ્યું કે, તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાઓ મોકૂફ રાખવાથી વિદ્યાર્થીઓને COVID-19 ના વિદ્યાર્થી તરીકે લેબલ આપવામાં આવશે, તેઓ પરીક્ષા પાસ કર્યા વિના આગળના વર્ગમાં ક્લિયર થઈ ગયા છે.મંત્રીએ કહ્યું કે આ વર્ષે અમે JEE, NEET પરીક્ષા લીધી છે. તે COVID-19 રોગચાળા વચ્ચે લેવામાં આવેલી એક મોટી પરીક્ષા હતી.

Share This Article