H-1B વિઝાને લઈ મહત્વના સમાચાર

admin
1 Min Read

ભારતીયોમાં લોકપ્રિય એવા H-1B વિઝાની ફાળવણી કરવાની સિસ્ટમમાં અમેરિકાએ ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અત્યારસુધી આ વિઝા લોટરી સિસ્ટમથી આપવામાં આવતા હતા, જેના બદલે હવે પગાર ધોરણ અનુસાર તેની ફાળવણી કરવાની દરખાસ્ત કરાઈ છે. જો H-1B આપવાની આ નવી સિસ્ટમ અમલમાં આવી ગઈ તો તેનાથી ભારતીય આઈટી એન્જિનિયર્સને મોટો ફટકો પડશે તેમ જાણકારોનું માનવું છે.

તેમના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કાર્યરત ભારતીય આઈટી કંપનીઓના કર્મચારીઓ આ વિઝા પર યુએસ જતા હોય છે. જો તેને પગારધોરણ સાથે સાંકળી લેવાયા તો કંપનીઓનો ખર્ચો ખૂબ વધી જશે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટનું માનવું છે કે પગારધોરણના આધારે વિઝા આપવાની પ્રક્રિયા લોટરી સિસ્ટમ કરતા વધુ યોગ્ય છે.

આમ, નવી સિસ્ટમમાં કંપનીઓ ઓછા પગારથી H-1B વિઝા પર આવનારાને નોકરીએ નહીં રાખી શકે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યોરિટીના ડેપ્યુટી સેક્રેટરી કેન ક્યુસિનેલ્લીના જણાવ્યા અનુસાર, આ દરખાસ્ત દ્વારા ટ્રમ્પ સરકારે અમેરિકનોને પ્રાથમિકતા આપવાનું પોતાનું વધુ એક વચન નીભાવ્યું છે. H-1B પ્રોગ્રામ અમેરિકન નોકરીદાતા કે અને તેમના અમેરિકન ક્લાયન્ટ્સ દ્વારા દુરુપયોગ કરાતો હતો, જેમાં તેઓ ઓછા પગારમાં વિદેશમાંથી કર્મચારીઓને બોલાવી લેતા હતા.

Share This Article