ફાયર સેફ્ટીને લઈ હાઈકોર્ટનો મહત્વનો નિર્દેશ, કહી મહત્વની વાત

admin
2 Min Read

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ મામલાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. ત્યારબાદ પણ આગની ઘણી ઘટનાઓ રાજ્યના મહાનગરોમાં સામે આવી. ત્યારે થોડા દિવસો અગાઉ અમદાવાદમાં એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ચકચારી ઘટન સામે આવી હતી. આ દુર્ઘટનામાં કુલ 8 લોકોના મૃત્યુ થયા હતા.

તો ગત રોજ જામનગરની જીજી હોસ્પિટલમાં પણ આગની ઘટના બની હતી. ત્યારે વારંવાર બનતી આગની ઘટનાઓને લઈ રાજ્યમાં ફાયર સેફ્ટી કાયદાની અમલવારીને લઈ ઘણા સવાલ ઉઠ્યા છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જે અંગે સુનાવણી કરતા હાઈકોર્ટે મહત્વના નિર્દેશ જાહેર કર્યા છે.

હાઈકોર્ટે ખાનગી તેમજ સરકારી ઈમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત છે કે નહીં તે અંગે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. સાથે જ કોર્ટે અમદાવાદ સહિત રાજ્યની વિવિધ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના અંગે જણાવ્યું કે, હોસ્પિટલમાં આગ લાગવાને કારણે ફાયર સેફ્ટીની સુવિધા ન હોય અને દર્દીઓના મોત થાય તે વ્યાજબી નથી. ત્યારે રાજ્યભરમાં જે જે ઇમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવાની અને NOC લેવાની જરૂરિયાત હોય તે તમામની વિસ્તૃત માહિતી રજૂ કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે.

હાઈકોર્ટે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે, માત્ર અમદાવાદ શહેર કે હોસ્પિટલો પૂરતી આ જાહેરહીતની અરજી સિમિત નહીં રહે. તેમજ ફાયર સેફ્ટી જેવી ગંભીર બાબત માટે કોર્ટ વધુ સમય નહીં આપે તે અંગે પણ કોર્ટે ખાસ જણાવ્યું છે.

Share This Article