રાજ્યમાં શાળાઓ શરુ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું મહત્વનું નિવેદન

admin
1 Min Read

નર્મદા જિલ્લાના ગોરા ખાતે આવેલ સુલપાણેશ્વર મંદિરે પૂજા અર્ચના કરવા પહોંચેલ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે શાળાઓ ખોલવા અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતું.

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, હાલ કોરોનાને પગલે રાજ્યની શાળાઓમા સારી રીતે ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ છે. તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં શાળાઓ શરૂ કરવાની કોઇ જ ઉતાવળ કરવામાં નહી આવે.

(File Pic)

રાજ્યમાં શાળાઓ શરૂ કરવાની ઉતાવળ નહીં કરવાની અને ફી લેવાની વાતો કરતી સ્કૂલો સામે પગલા લેવાની વાત અંગે તેમણે જણાવ્યુ કે, અમારા માટે બાળકનું હિત અને બાળકનું સ્વાસ્થ્ય મહત્વનું છે.

(File Pic)

આરોગ્ય વિભાગ અને આરોગ્યના તજજ્ઞો જે નિર્ણય આપશે, ત્યાર બાદ જ અમે શાળા ખોલવાનો નિર્ણય કરીશું. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, અભ્યાસ ક્રમ ઘટાડા બાબતે માધ્યમિક શિક્ષણ બોર્ડને કામગીરી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના પગલે સ્કૂલ-કોલેજો હજી શરુ કરવામાં આવી નથી. તેમજ આ અંગે શિક્ષણ મંત્રી દ્વારા સતત શિક્ષણવીદો અને ડોક્ટરો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

Share This Article