મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કોરોના પર કરી મહત્વની વાત

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વધુ એક વખત મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યુ હતુ. વડાપ્રધાન મોદીએ પોતાની મન કી બાતમાં કારગિલ વિજય દિવસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આજે કારગિલ વિજય દિવસ છે. 21 વર્ષ પહેલા આજના દિવસે કારગિલમાં આપણી સેનાએ ભારતની જીતનો ઝંડો લહેરાવ્યો હતો.

પીએમ મોદીએ અમર શહીદો સાથે વીર માતાઓને પણ નમન કર્યા. પોતાના સંબોધનમાં કારગિલ દિવસ પર પીએમ મોદીએ સૌથી પહેલા પાકિસ્તાન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દુષ્ટનો સ્વભાવ જ હોય છે બધા સાથે કારણ વગર દુશ્મની કરવાનો, હિત કરનારા વિશે પણ નુકસાન વિચારવાનું. મોદીએ કહ્યું કે પાકિસ્તાને પીઠમાં ખંજર ભોંક્યુ હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાને મોટા મોટા મનસૂબા રાખીને ભારતની ભૂમિ પડાવવાનું અને પોતાના ત્યાં ચાલી રહેલા આંતરિક કલેહથી ધ્યાન ભટકાવવા માટે નાપાક હરકત કરી હતી.

(File Pic)

કોરોના પર વાત કરતા તેમણે કહ્યું કે આજે આપણા દેશમાં રિકવરી રેટ સારો છે. દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો દર પણ ઘણો ઓછો છે. આ ઉપરાંત પીએમ મોદીએ કોરો પર કહ્યું કે અનેક જગ્યાઓએ તે ઝડપથી ફેલાઈ રહ્યો છે જેથી તે હજુ પણ ઘાતક છે.  આપણે સાવધાની રાખવી જરુરી છે..તેમજ  સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવુ અને  માસ્ક પરહેવું વગેરે કોરોનાથી બચાવે છે.

Share This Article