ઈમરાન ખાનના મંત્રીનું ભડકાઉ નિવેદન, નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત સાથે યુદ્ધ થશે

admin
1 Min Read

જમ્મુ કાશ્મીર મુદ્દે અકળાયેલા પાકિસ્તાનના નેતા શેખ રશીદે ફરી એક વખત યુદ્ધની ભવિષ્યવાણી કરી મહિનાની પણ જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પાસે જે હથિયાર છે તે બતાવવા માટે નહીં પણ તેનો ઉપયોગ કરવા માટે છે. પાકિસ્તાન છેલ્લા શ્વાસ સુધી કાશ્મીર માટે લડતું રહેશે. મીડિયા સાથેની વાતચીતમાં શેખ રાશિદે જણાવ્યું કે, ‘ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ખેલાશે. તેના માટે પ્રજાને તૈયાર કરવા માટે નિકળ્યો છું. એ જરૂરી નથી કે યુદ્ધ થાય, પરંતુ જે મોદીને સમજવામાં મોટા નેતાઓએ ભુલ કરી છે તે મેં કરી નથી.’ તેમણે વધુમાં જણાવ્યું કે, “મુળ મુદ્દો 24-25 કરોડ મુસલમાન પાકિસ્તાન સામે જૂઓ છે. આજે આપણે તમામ આંતરિક મદભેદ ભુલાવી કાશ્મીરના અવાજ સાથે અવાજ મિલાવવાનો છે. તેમના ખભા સાથે ખભા મિલાવીને ઊભા રહેવાનું છે, નહીંતર ઈતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે.” મહત્વનું છે કે, શેખ રશીદ એ જ મંત્રી છે જેમની પર લંડનમાં હુમલો થયો હતો અને ઈંડાના ઘા કરાયા હતા. રશીદે શેખે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની વાત કરી હતી, ત્યારબાદ જ્યારે લંડન ગયા તો લોકોએ તેમને ઘેરી લઈ મેથીપાક ચખાડ્યો હતો અને તેમના પર ઈંડાના ઘા પણ કર્યા હતા.

Share This Article