અમેરિકા જેવા દેશોને ધમકી આપનાર તાનાશાહ કોમામાં, બહેને સંભાળી કમાન

admin
1 Min Read

ઉત્તર કોરિયાના તાનાશાહ તરીકે ઓળખાતા કિમ જોંગની તબિયત વધુ એક વખત લથડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઉત્તર કોરિયાના દિવંગત રાષ્ટ્રપતિ કિમ ડેઇ-જુંગના પૂર્વ સહયોગી ચાંગ સોંગ-મીને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગની લથડતી તબિયતને લઇને ફરી એકવાર અટકળોનો દોર શરૂ થયો છે.

ચાંગ સોંગ-મીનના અનુસાર ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન કોમામાં છે. એટલું જ નહીં તેમની બહેન કિમ યો-જોંગને અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથેના સંબંધોને સંભાળવાની સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી છે.

મિનના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ ઉન ગંભીર રીતે બીમાર છે. જોકે બીમારી શું છે તે વિશે હજી ચોક્કસ કોઈ માહિતી આપવામાં આવી નથી. સાઉથ કોરિયાઈ મીડિયા સાથેની વાતચીત દરમિયાન મિને કહ્યું કે, મને ખબર છે ત્યાં સુધી કિમ અત્યારે કોમામાં છે પરંતુ અત્યાર સુધી જીવતો છે. હાલ નોર્થ કોરિયાની કમાન કિમની નાની બેન કિમ યો જોંગ સંભાળી રહી છે. આપને જણાવી દઈએ કે, એક મહિના અગાઉ પણ કિમ ગંભીર રીતે બીમાર હોવાના અહેવાલ સામે આવ્યા હતા, પરંતુ ત્યારે તેમણે અચાનક સામે આવીને આ બધી અફવાઓને પાયાવિહોણી ગણાવી હતી.

Share This Article