ધોરાજીમાં ખેડૂતોએ પાક સળગાવીને વિરોધ નોંધાવ્યો

admin
1 Min Read

સમગ્ર ગુજરાતમાં સો ટકાથી પણ વધારે વરસાદ પડ્યો અને બે વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે આખાં વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મગફળી કપાસ તથા અન્ય પાકને ભારે નુકશાન પહોંચ્યુ છે. જેના કારણે ખેડૂતોનાં હાથમાંથી આવેલ કોળીયો છીનવાઈ ગયો છે. ત્યારે ધોરાજી પંથકમાં પણ ખેડૂતોની માઠી દશા જોવાં મળી હતી. ધોરાજીમાં ખેડૂતોએ ખેતરમાં વાવેલ પાકને સળગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે ખેડૂતોએ પાકમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. બીજીબાજુ ધોરાજીના ખેડૂતો પાસે નવું વાવેતર કરવા માટે રૂપિયા પણ નથી. તો ખેતરમાં અન્ય પાક કે વાવણી માટે મજુરોને મજુરી માટે રૂપિયા આપવાની કે અન્ય કોઈ વ્યવસ્થા નથી જેથી ખેડૂતોનાં બાળકો જે અભ્યાસ કરે છે તેઓને અત્યારે ખેતી કરવા અને મજુરી માટે કામે લગાડી દેવામાં આવ્યા છે.

Share This Article