ધોરાજીમાં તરબૂચનો પાક બળીને થયો ખાખ, લોકડાઉનમાં ખેડૂતોને થયું લાખોનું નુકસાન

admin
1 Min Read

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં રાજકોટ જીલ્લાના ધોરાજીના છત્રાસા ગામે ખેડૂત દ્વારા ૭-વિધામાં તરબૂચના પાકનુ વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે પહેલા કમોસમી વરસાદને કારણે ૩૦ થી ૪૦% નુકશાન થયું હતું.  આ પાકની મેઈન સીઝન ઉનાળાની છે, હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે. હાલ ૬૦ થી ૭૦% પાક બચ્યો છે, તે ખેડૂત બહાર વહેચવા માટે જાય છે તો પડતર કીમત કરતા ઓછા ભાવે માગણી કરવામાં આવે છે.

આ પાકને તૈયાર થવામાં ૧વર્ષ થાય છે અને આ પાકમા વિધે ૩૦,૦૦૦નો ખર્ચ થાય છે. ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણો દવા ખાતર લઈને પાક તૈયાર કરવામાં આવ્યો છે. જે હાલ આખો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતને ૩થી૪ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જયારે પાક ઉતારવાનો હતો, ત્યારે લોકડાઉનના સમયમાં પર-પ્રાંતિય મજૂરો પોતાના વતન ચાલ્યા ગયા હતા.

Share This Article