ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના વધુ 615 કેસ નોંધાયા

admin
1 Min Read

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. 26 જુનથી 27 જુન સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 615 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 24 કલાકમાં 379 દર્દીની તબિયતમાં સુધારો થયો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં નવા 615 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 30773 થઈ ગઈ છે.

તો 24 કલાકમાં વધુ 18 દર્દીના કોરોનાથી મોત થયા રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1790 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 22417 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 211 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 184, વડોદરામાં 47 કેસ નોંધાયા છે. આ ઉપરાંત નવસારીમાં 21, મહેસાણામાં 16, ભાવનગરમાં 14 અને રાજકોટમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે આણંદ-કચ્છમાં 11-11 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ ગાંધીનગરમાં 9, ભરુચમાં 8, જામનગર-સાબરકાંઠા-છોટાઉદેપુર-સુરેન્દ્રનગરમાં 7-7 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અરવલ્લી-પંચમહાલ-વલસાડમાં 5-5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 6566 એક્ટિવ કેસ છે. જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6497 સ્ટેબલ છે.

Share This Article