ગુજરાતમાં વધતો જતો કોરોનાનો કહેર, 24 કલાકમાં 778 પોઝિટિવ કેસ નોંધાયા

admin
2 Min Read

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે જેના કારણે તંત્રની પણ ઊંઘ ઉડી છે. રાજ્યની જનતામાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે 6 જુલાઈ સાંજથી 7 જુલાઈ સાંજ સુધીમાં વધુ 778 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 37636 થઈ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 17 દર્દીના કોરોનાથી મોત થયા છે.. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1979 થયો છે. જ્યારે 24 કલાકમાં 421 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 26744 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 249 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 18, ભાવનગર-વલસાડમાં 21-21, મહેસાણા-ભરુચમાં 15-15 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 14, નવસારી-જુનાગઢમાં 13-13 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બનાસકાંઠામાં 12, સુરેન્દ્રનગરમાં 11 અને આણંદમાં 10 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 8913 એક્ટિવ કેસ છે. જેમાં 61 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 8852 સ્ટેબલ છે.

Share This Article