ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા 861 પોઝિટિવ કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસના કેસની માહિતી આપવામાં આવી હતી. ત્યારે 8 જુલાઈ સાંજથી 9 જુલાઈ સાંજ સુધીમાં વધુ 861 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 39419 થઈ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 15 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2010 થયો છે. જ્યારે 24 કલાકમાં 429 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 27742 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 307 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 162, વડોદરામાં 68, ગાંધીનગરમાં 32, ભાવનગરમાં 23, બનાસકાંઠામાં 18 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં 20, અરવલ્લીમાં 33, મહેસાણામાં 17 અને આણંદમાં 11 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 9528 એક્ટિવ કેસ છે. જેમાં 72 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 9456 સ્ટેબલ છે.

Share This Article