ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવો મુશ્કેલ બન્યો, કુલ કેસની સંખ્યા વધીને 12141 થઈ

admin
1 Min Read

કોરોનાને લઈને લોકડાઉન 4ની શરુઆત થઈ ગઈ છે. તો બીજીબાજુ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 395 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોનાના કેસ અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા આપવામાં આવી હતી. ગુજરાતમાં 18 મેની સાંજથી 19 મે સાંજ સુધીમાં વધુ 395 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે..

રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબુમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની છે.

નવા 395 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 12141 થઈ છે. તો રાજ્યમાં 24 કલાકમાં વધુ 239 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ અંગેની વિગત આરોગ્ય  વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા આપવામાં આવી  હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 25 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

રાજ્યમાં જે નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 263, સુરતમાં 29, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10 કેસ સામે આવ્યા છે. તો જામનગર-સાબરકાંઠામાં સાત-સાત કેસ સામે આવ્યા છે. તો કચ્છમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ખેડા-પાટણ-ભરુચમાં 4-4 કેસ નોંધાયા છે. તો બનાસકાંઠા-મહિસાગર-ગીર સોમનાથ-જુનાગઢમાં 3-3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

Share This Article