ગુજરાતમાં છૂટછાટ વચ્ચે વધ્યો કોરોનાનો કહેર, વધુ 412 કેસ નોંધાયા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 412 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં 412 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 16356 થઈ છે.

જ્યારે 24 કલાકમાં વધુ 621 દર્દીઓની તબિયતમાં સુધારો થયો છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વધુ 27 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1007 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 9230 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 284 કેસ સામે આવ્યા છે..જ્ચારે  સુરતમાં 55, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લીમાં 6, બનાસકાંઠા-રાજકોટ-પંચમહાલ-સાબરકાંઠામાં 3-3 કેસ નોંધાયા છે. જયારે આણંદ-પાટણ-જામનગર-છોટાઉદેપુરમાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Share This Article